પોલીસ ડાયરી ભાવનગર

ભાવનગર LCBનો મોટો એક્શન: ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો!💰 ૨,૯૯,૮૦૦/- ના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૩,૪૨,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત!

ભાવનગર LCBનો મોટો એક્શન: ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો!💰 ૨,૯૯,૮૦૦/- ના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૩,૪૨,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત!

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા! પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબની સૂચનાથી, LCB પી.આઈ. શ્રી એમ.એમ. સરવૈયા અને તેમની ટીમે બાતમીના આધારે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

📌 કેવી રીતે ઝડપાયા આરોપીઓ?

LCB સ્ટાફ તપાસમાં હતો ત્યારે બાતમી મળી હતી કે બોરતળાવની પાળી પાસે પંપીગ સ્ટેશનની ઓફીસના પગથીયે એક મહિલા અને પુરુષ શંકાસ્પદ હાલતમાં બેઠેલા છે. પોલીસે તપાસ કરતા તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી આવી હતી, જેનું કોઈ બિલ કે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.

🔍 કબૂલાત કરેલા ૦૪ ગુનાઓની વિગત:

પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે:

1️⃣ કાળીયાબીડ: આશરે અઢી વર્ષ પહેલા પાણીની ટાંકી પાસેની સોસાયટીમાંથી ચોરી કરી હતી.

2️⃣ ઘોઘા રોડ: અઢી વર્ષ પહેલા રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં હાથફેરો કર્યો હતો.

3️⃣ આખલોલ જકાતનાકા: નવેક મહિના પહેલા ટોયોટા શો-રૂમ પાછળની સોસાયટીમાં ચોરી કરી હતી.

4️⃣ તાજેતરની ચોરી: આશરે એક મહિના પહેલા કરેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

👮 કામગીરી કરનાર ટીમ:

પોલીસ ઇન્સ. શ્રી એમ.એમ. સરવૈયા, પીએસઆઈ શ્રી વી.સી.જાડેજા, આર.એ.વાઢેર, પી.ડી.ઝાલા તથા LCB સ્ટાફ

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder