પોલીસ ડાયરી મોરબી

માળીયા મીંયાણાના કાજરડા રોડ પરથી દેશી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડતી પોલીસ!

માળીયા મીંયાણાના કાજરડા રોડ પરથી દેશી બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડતી પોલીસ!

Screenshot

મોરબી:

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવવા અને ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં છે. બોર્ડર રેન્જ આઈજી, મોરબી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના પી.આઈ.ના સીધા માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાજરડા ગામ જવાના રસ્તા પરથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર અને મોટરસાયકલ સાથે દબોચી લીધો છે.

બાતમીના આધારે ગોઠવ્યું વોચ

માળીયા મીંયાણા પોલીસનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને બાતમી મળી હતી કે કાજરડા ગામના રોડ પર એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે પસાર થઈ રહ્યો છે. પોલીસે તુરંત કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથબનાવટની જામગરી બંદુક મળી આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીની વિગત:

આરોપીનું નામ: સમીરભાઇ અબ્બાસભાઇ મોવર (મિયાણા)

રહેઠાણ: કાજરડા ગામ, તા. માળીયા મીંયાણા, જી. મોરબી

કુલ ₹૨૨,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત:

• દેશી હાથ બનાવટની જામગરી બંદુક (નંગ-૦૧) – કિંમત રૂ. ૨,૫૦૦/-

• હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ-36-AG-3812) – કિંમત રૂ. ૨૦,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ ટીમ:

આ સફળ કામગીરી માળીયા મીંયાણા પોલીસ ઇન્સ્પેકટરની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એ.ગાંભવા, પોલીસ કોન્સ્ટેબલ સહદેવસીંહ અનીરુધ્ધસીંહ, રાજદિપસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર અને તુષારભાઇ હીરાભાઇ દ્વારા કરવામાં આવી હતી.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder