પોલીસ ડાયરી મોરબી

મોરબી: ઘેટું ચોરવાના ઇરાદે આવેલા શખ્સોએ બે મહિલાઓ પર આચર્યું દુષ્કર્મ, ચાર આરોપી ઝડપાયા

મોરબી: ઘેટું ચોરવાના ઇરાદે આવેલા શખ્સોએ બે મહિલાઓ પર આચર્યું દુષ્કર્મ, ચાર આરોપી ઝડપાયા

મોરબી: તાલુકા પંથકમાં ઘેટું ચોરવાના ઇરાદે ચોરી અને લૂંટ કરવા ગયેલા શખ્સોએ બે મહિલાઓ પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.

શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક શખ્સો ઘેટું ચોરવાના ઇરાદે આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ ચોરી-લૂંટની સાથે બે મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી.

ચાર આરોપી ઝબ્બે, મુખ્ય આરોપી ફરાર
પોલીસે ગણતરીના સમયમાં જ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે આ ગુનાનો મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. તેને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

DYSPએ યોજી પ્રેસ કોન્ફરન્સ
આ સમગ્ર બનાવ અંગે DYSP વિરલ દલવાડીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ગુનાની સંપૂર્ણ વિગતો આપી હતી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. ફરાર મુખ્ય આરોપીને ઝડપી લેવા પોલીસ પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder