પોલીસ ડાયરી મોરબી

હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતી બે મહિલાઓ અને ચાર પુરુષો ઝડપાયા: હળવદ પોલીસે રૂ. ૬૨,૩૦૦ની રોકડ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો

હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતી બે મહિલાઓ અને ચાર પુરુષો ઝડપાયા: હળવદ પોલીસે રૂ. ૬૨,૩૦૦ની રોકડ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો

હળવદ, મોરબી:

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ અને ખાનગી બાતમીદારો મારફતે વોચ રાખી રહી હતી.  

ગુપ્ત બાતમીના આધારે મકાનમાં રેઇડ

દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે હળવદ પોલીસની ટીમે પ્લાન બનાવીને ગોલાસણ ગામે ઉક્ત મકાનમાં ઓચંતી રેઇડ પાડી હતી.  

૬ જુગારીઓ રંગેહાથ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત

પોલીસની રેઇડ દરમિયાન મકાનમાં ગંજીપતા વડે હાર-જીતનો જુગાર રમી રહેલા ૨ મહિલાઓ અને ૪ પુરુષો મળી કુલ ૬ આરોપીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૬૨,૩૦૦/- તેમજ ગંજીપતાના પાના નંગ-૫૨ કબજે કર્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

પકડાયેલા આરોપીઓની વિગત:

૧. ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા (રહે. ગામ ગોલાસણ, તા. હળવદ, જી. મોરબી)

૨. મીનાબેન મનસુખભાઇ બોરાણીયા (રહે. ગામ બાવળી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)

૩. મનસુખભાઇ હિરાભાઈ બોરાણીયા (રહે. ગામ બાવળી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)

૪. સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા (રહે. ગામ ગોલાસણ, તા. હળવદ, જી. મોરબી)

૫. જયંતીભાઇ કેશાભાઈ વરાણીયા (રહે. ગામ જુના ઇશનપુર, તા. હળવદ, જી. મોરબી)

૬. દિપકભાઈ કેશાભાઈ વરાણીયા (રહે. ગામ જુના ઇશનપુર, તા. હળવદ, જી. મોરબી)  

કામગીરી કરનાર ટીમ:

આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ટાપરી તથા હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના જાબાંજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.  

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder