મોરબી:
મોરબી જિલ્લામાં આગામી રથયાત્રાના તહેવારને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે નસીતપર ગામની સીમમાં રેઇડ પાડી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે.
ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નસીતપર ગામની સીમમાં જાહેરમાં ગોળકુંડાળું વળી જુગાર રમતા 6 ઇસમોને રંગેહાથ પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
1. ભરતભાઇ છગનભાઇ કડીવાર (ઉ.વ. 54, રહે. નસીતપર, ટંકારા)
2. કાંતીલાલ કરશનભાઇ આદ્રોજા (ઉ.વ. 55, રહે. હાલ મોરબી, મૂળ નસીતપર)
3. બલવીરભાઇ ધીરજલાલ બરાસરા (ઉ.વ. 37, રહે. હાલ મોરબી, મૂળ નસીતપર)
4. ભરતભાઇ પ્રભુભાઇ વીરસોડીયા (ઉ.વ. 52, રહે. નસીતપર, ટંકારા)
5. હીતેશભાઇ ઓધવજીભાઇ હોથી (ઉ.વ. 40, રહે. હાલ મોરબી, મૂળ પીઠળ, જામનગર)
6. દિનેશભાઇ કાંતીલાલ વીઠલાપરા (ઉ.વ. 58, રહે. હાલ મોરબી, મૂળ સરવડ, માળીયા)
મુદ્દામાલની વિગત:
પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપત્તાના પાના, રોકડા રૂપિયા 91,700/- અને 6 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 30,000/-) મળીને કુલ રૂપિયા 1,21,700/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરી ટંકારા પીઆઈ જે.ડી. ઝાલા, એએસઆઈ ભાવેશભાઈ વરમોરા, હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, કૌશીકકુમાર પેઢડીયા અને કૃષ્ણરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.