સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણ-ખનીજની પ્રવૃત્તિઓ આચરતા ભૂ-માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ, ખાણ-ખનીજ વિભાગ તેમજ આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મૂવમેન્ટ (લોકેશન) પર નજર રાખીને ભૂ-માફિયાઓ સુધી માહિતી પહોંચાડતા શંકાસ્પદ ઇસમોને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય (IPS) ની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ (IPS) ના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓની કરતા હતા રેકી
મળતી માહિતી મુજબ, ઝડપાયેલા ઇસમો સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રેકી (જાસૂસી) કરતા હતા. તેઓ સરકારી ગાડીઓ કઈ તરફ જઈ રહી છે તેના લાઈવ લોકેશન અને માહિતી પોતાના વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા, જેથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભૂ-માફિયાઓ એલર્ટ થઈ જાય. આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા તમામ ઇસમોને પોલીસે ઝડપી પાડી, પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે લાવી કડક સૂચના આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા શંકાસ્પદ ઇસમોની યાદી નીચે મુજબ છે:
૧. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર:
• (૧) કેશાભાઈ શામજીભાઈ શેટાણીયા (રહે. ખાખરાળી)
• (૨) નવઘણભાઈ વિભાભાઈ મીર (રહે. ખાખરાળી)
• (૩) વિક્રમભાઈ ભુપતભાઈ દેત્રોજા (રહે. ખાખરાળી)
• (૪) માધાભાઈ નાનજીભાઈ કાંજીયા (રહે. ખાખરાળી)
• (૫) ભુપતભાઈ સવાભાઈ મારૂણીયા (રહે. ખાખરાળી)
• (૬) સુરાભાઈ રૂડાભાઈ સાંબડ (રહે. ખાખરાળી)
• (૭) હરેશભાઈ રૈયાભાઈ લોહ (રહે. ખાખરાથળ)
• (૮) ગોરધનભાઈ ગેલાભાઈ સારલા (રહે. ખાખરાથળ)
• (૯) રમેશભાઈ ચોથાભાઈ કારેલીયા (રહે. ખાખરાથળ)
• (૧૦) કાનાભાઈ છેલાભાઈ સીંધવ (રહે. દેવપરા)
૨. સાયલા પોલીસ સ્ટેશન વિસ્તાર:
• (૧) ધમાભાઈ ભલાભાઈ સાબળીયા (રહે. ચોરવીરા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૨) મહાદેવભાઈ ધિરૂભાઈ રૂદાતલા (રહે. ઇશ્વરીયા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૩) ગેલાભાઈ નાથાભાઈ કાંજીયા (રહે. ડોળીયા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૪) નારાયણભાઈ દેવાભાઈ ખાંભલા (રહે. ચોરવીરા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૫) વીપુલભાઈ વીરાભાઈ સાંબળ (રહે. ચોરવીરા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૬) લાલાભાઈ જાદવભાઈ કણસાગરા (રહે. ઇશ્વરીયા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૭) સુરેશભાઈ વિનાભાઈ સાબળીયા (રહે. ચોરવીરા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
• (૮) કાનાભાઈ ગાંડાભાઈ મારૂણીયા (રહે. ઇશ્વરીયા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)
૩. મૂળી પોલીસ સ્ટેશન વિસ્તાર:
• (૧) પીન્ટુભાઈ સોમાભાઈ બાટીયા (રહે. વગડીયા, તા. મૂળી)
• (૨) અનકભાઈ પ્રભુભાઈ બાટીયા (રહે. વગડીયા, તા. મૂળી)
• (૩) રધાભાઈ જીવણભાઈ સારલા (રહે. નળખંભ)
• (૪) હર્ષદભાઈ મનસુખભાઈ ગોહિલ (રહે. વગડીયા)
• (૫) જયંતિભાઈ નટુભાઈ ધાકડીયા (રહે. વગડીયા)
• (૬) પાંચાભાઈ હમીરભાઈ સાતોલા (રહે. ખાખરાળા)
• (૭) સાગરભાઈ વેરશીભાઈ અધારા (રહે. ખાખરાળા)
• (૮) મનસુખભાઈ કમાભાઈ નદીયાણીયા (રહે. ખાખરાળા)
• (૯) કિશનભાઈ કાળુભાઈ અધારા (રહે. ખાખરાળા)
• (૧૦) મનસુખભાઈ જેસાભાઈ વિઝવાડીયા (રહે. ખાખરાળા)
• (૧૧) સંજયભાઈ મધુભાઈ અધારા (રહે. ખાખરાળા)
• (૧૨) ભલુભાઈ મનુભાઈ સારલા (રહે. દેવપરા)
• (૧૩) જીલુભાઈ દેવજીભાઈ કલોતરા (રહે. દેવપરા)
• (૧૪) વિક્રમભાઈ ભીમાભાઈ જોગરાણા (રહે. દેવપરા)
• (૧૫) ધુડાભાઈ કાળુભાઈ કળેવાલ (રહે. દેવપરા)
• (૧૬) ભરતભાઈ દેવશીભાઈ જોગરાણા (રહે. દેવપરા)
• (૧૭) વિપુલભાઈ ભુપતભાઈ અધારા (રહે. દેવપરા)
• (૧૮) વિજયભાઈ નાનુભાઈ મુધવા (રહે. જુના ઉમરડા)
• (૧૯) પ્રવિણભાઈ જેરામભાઈ ફીસડીયા (રહે. પલાસા)
• (૨૦) મહેશભાઈ વિરમભાઈ બાટીયા (રહે. વગડીયા)
• (૨૧) સુરાભાઈ નાથાભાઈ જોગરાણા (રહે. ખાખરાળા)
પોલીસની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરો અને તેમના માટે જાસૂસી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
