
વાંકાનેર: 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં. 2ની મિલ સોસાયટીમાં 14 ઓગસ્ટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરેલા પ્રિન્સરાજસિંહ ઝાલાનું જયેન્દ્રસિંહ ઝાલા તથા તેમના સાથી મિત્રો દ્વારા શાલ ઓઢાડી અને રાષ્ટ્રધ્વજ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં દેશની સુરક્ષા અને રાષ્ટ્રસેવા પ્રત્યે યુવાનોમાં જાગૃતિ વધે તે અત્યંત જરૂરી છે.

આવા યુવાનોનું જાહેર સન્માન માત્ર વ્યક્તિનું ગૌરવ વધારતું નથી, પરંતુ અન્ય યુવાનોને પણ રાષ્ટ્રસેવા, શિસ્ત અને જવાબદારી તરફ પ્રેરિત કરતું સકારાત્મક ઉદાહરણ બની રહે છે.
‘હર ઘર તિરંગા’ સાથે એરફોર્સના યુવાનનું સન્માન—મિલ સોસાયટી માં દેશભક્તિનો સુંદર સંદેશ આપતો પ્રસંગ બન્યો. હતો જે સમગ્ર કાર્યક્રમ તસવીર મા દર્શય માન થાય છે

