મોરબી

મોરબી નટરાજ ફાટક પર ટ્રાફિક પોલીસ એલર્ટ: સાંજના પીક અવર્સમાં કાયદો તોડનારા વાહનચાલકો સામે કાર્યવાહી

મોરબી નટરાજ ફાટક પર ટ્રાફિક પોલીસ એલર્ટ: સાંજના પીક અવર્સમાં કાયદો તોડનારા વાહનચાલકો સામે કાર્યવાહી

આરીફ દિવાન મોરબી:મોરબી મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિકારીની સૂચના તથા ટ્રાફિક પીઆઈના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ ટીમો ફરજ બજાવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે જમાદાર અશોકભાઈ ચૌધરી અને ઈકબાલભાઈ સુમરા સહિતની ટીમ દ્વારા મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સતત દોડધામ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સાંજે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન નટરાજ ફાટક વિસ્તાર ટ્રાફિકની દૃષ્ટિએ અત્યંત વ્યસ્ત બની જાય છે. શાળા-કોલેજોમાંથી છૂટતા વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓમાં થી પરત ફરતા કર્મચારીઓ તથા સામાન્ય વાહનચાલકોની અવરજવર વધતા અહીં ટ્રાફિકનું ભારણ જોવા મળે છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા નટરાજ ફાટક પાસે વાહન વ્યવહારનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે વાહન ચેકિંગ હાથ ધરી કાયદાનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસની આ કામગીરી માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી ન રહેતા વાહનચાલકોમાં ટ્રાફિક શિસ્ત અને કાયદાનું પાલન કરવાની જાગૃતિ લાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરીના કારણે વાહન વ્યવહારને વ્યવસ્થિત રાખવામાં મદદ મળી રહી છે.


મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે ત્યારે આવા વ્યસ્ત પોઇન્ટ પર પોલીસની સતત હાજરી અને સમયસરની કામગીરીથી સામાન્ય નાગરિકોને પણ રાહત મળે તેવી આશા છે. હવે વાહનચાલકો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરી પોલીસ તંત્રને સહકાર આપે તે જરૂરી બન્યું છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder