
બે શખ્સ ફરાર, 588 બોટલ જપ્ત; પોલીસે તપાસ તેજ કરી
મોરબી: મોરબી શહેરના નાની બજાર વિસ્તારમાં આવેલી એક રહેણાંક મિલકતમાં દરોડો પાડી મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રૂ.2.61 લાખ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.પોલીસને મળેલી બાતમીના આધારે પી.આઈ. વાય.બી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ભાડાના મકાનની છત તેમજ નજીકના બંધ મકાનની છત પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 588 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.2,61,600 હોવાનું સામે આવ્યું છે.આ કેસમાં પોલીસે ઇમરાન ઉર્ફે ટાવર મહેબૂબભાઈ ચાનીયા અને ઇમરાન ઉર્ફે ડારિયો કાદરભાઈ સૈયદ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દારૂ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર કામગીરી મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.