વાંકાનેર, મોરબી:
મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામો નાબૂદ કરવાની પોલીસ વડાની કડક સૂચના બાદ, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને એક મોટી સફળતા મળી છે. વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની સીમમાં ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને પોલીસે રોકડા રૂપિયા 1,05,000/- તથા ગંજીપતાના પાના સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે ખેતરમાં રેઇડ:
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન ચોક્કસ વિગત મળતા વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર પાસે આવેલા વિશાલભાઈ રાણાભાઈ કાંજીયાની વાડી નજીક જાહેરમાં ગંજીપતાનો જુગાર રમી રહેલા શખ્સો પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓના નામ:
1. વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા ગામની સીમ, વાંકાનેર)
2. હમીરભાઈ હિરાભાઈ ગમારા (રહે. પંલાસ, વાંકાનેર)
3. જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા (રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર)
4. વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર)
5. દસરથભાઈ દિનેશભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા, વાંકાનેર)
મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી:
પોલીસે ઘટનાસ્થળેથી કુલ રોકડા રૂપિયા 1,05,000/- અને 52 નંગ ગંજીપતાના પાના કબ્જે કર્યા છે. પકડાયેલા તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, એ.એસ.આઈ. રામભાઈ મંધા, ક્રિપાલસિંહ ચાવડા, સતીષભાઈ કમોયા, હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળીયા તથા કોન્સ્ટેબલ રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીચા અને અશ્વિનભાઈ રંગાણી દ્વારા કરવામાં આવી હતી.