વાંકાનેર:
મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગાર-પ્રોહિબિશનના ગુનાઓ નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચના અન્વયે વાંકાનેર તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે. વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ૬ ઇસમોને ગણનાપાત્ર મુદ્દામાલ સાથે સર્વેલન્સ ટીમે દબોચી લીધા છે.
બાતમીના આધારે થઈ રેઇડ
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમાર અને સામતભાઈ છુછીયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે વીડી જાંબુડીયા ગામમાં કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ ઘટનાસ્થળે રેઇડ કરી જુગારીઓને ઝડપી લીધા હતા.
મુદ્દામાલ શું મળ્યો?
૧. રોકડા રૂપિયા: ₹૧૭,૮૦૦/-
૨. ગંજીપતાના પાના: ૫૨ નંગ
પકડાયેલા આરોપીઓની યાદી:
૧. સિંધાભાઈ ટીલાભાઈ સારલા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર, જી. મોરબી)
૨. મુકેશભાઈ નભાભાઈ સાવડીયા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર, જી. મોરબી)
૩. રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા (રહે. માણેકવાડા, તા. હળવદ, જી. મોરબી)
૪. ભરતભાઈ રામસીંગભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર, જી. મોરબી)
૫. મહેશભાઈ પરબતભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર, જી. મોરબી)
૬. લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા (રહે. માણેકવાડા, તા. હળવદ, જી. મોરબી)
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલની સૂચનાથી સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. ક્રિપાલસિંહ ચાવડા, પો.હેડ.કોન્સ. દિનેશભાઈ બાવળીયા, જશપાલસિંહ ઝાલા, તેમજ પો.કોન્સ. સામતભાઈ છુછીયા અને શક્તિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
