પોલીસ ડાયરી મોરબી

મોરબી LCBની મોટી કાર્યવાહી: માળિયા મિયાણાના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ભીમસર વિસ્તારમાંથી ઝડપાયો

મોરબી LCBની મોટી કાર્યવાહી: માળિયા મિયાણાના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ભીમસર વિસ્તારમાંથી ઝડપાયો

મોરબી:

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ અને જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવ અંગે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત મોરબી LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ અને તપાસમાં હતી.  

આ દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.જી. માલાણી અને તેમની ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કાણોતરા, ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમારને સંયુક્ત રીતે એક ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલા ભીમસર વિસ્તારમાં દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી.  

પોલીસની આ તપાસ દરમિયાન માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના A પાર્ટ ગુ.ર.નં. ૦૯૦૫/૨૦૨૫, BNS કલમ ૩૦૩(૨), ૫૪ (ચોરીના ગુના) માં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઇ દેલવાણીયા (દેવીપૂજક) (ઉંમર વર્ષ ૩૦, રહે. સરવડ, તા. માળિયા મી.) મળી આવ્યો હતો.  

મોરબી LCB ટીમે આરોપી કિશન દેલવાણીયાને કાયદેસર રીતે હસ્તગત કર્યો છે અને તેને આગળની કાનૂની કાર્યવાહી માટે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder