પોલીસ ડાયરી મોરબી

મોરબી તાલુકા પોલીસની મોટી સફળતા: કારખાનામાંથી કોપર વાયર ચોરી કરનાર ૩ શખ્સો રૂ. ૧.૯૭ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

મોરબી તાલુકા પોલીસની મોટી સફળતા: કારખાનામાંથી કોપર વાયર ચોરી કરનાર ૩ શખ્સો રૂ. ૧.૯૭ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

મોરબી:

મોરબી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સરહદી રેન્જ ભુજ તરફથી મળેલી કડક સૂચનાઓ અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે કારખાનામાંથી થયેલી કોપર વાયરની અનડીટેક્ટ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખી, ૩ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

ગુપ્ત બાતમીના આધારે સાપર ગામના પાટીયા પાસેથી દબોચ્યા

મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા (BNS કલમ ૩૦૫(એ), ૩૩૧(૨)(૩)(૪), ૫૪) સંદર્ભે પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો તપાસમાં હતી. આ દરમિયાન ટીમને હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમોથી ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમો ચોરાઉ મુદ્દામાલ સાથે મોરબી-જેતપર રોડ પર સાપર ગામના પાટીયા પાસે, ગાળા તરફ જવાના રસ્તે આવેલા ભંગારના ડેલા નજીક હાજર છે. જેના આધારે પોલીસે દરોડો પાડી આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા.

રૂ. ૧.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે:

શુદ્ધ કોપર વાયર: ૮૧ કિલોગ્રામ (કિંમત રૂ. ૯૭,૨૦૦/-)

બોલેરો વાહન: (નંબર G_J-36-T-7013, કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-)

કુલ રિકવરી: રૂ. ૧,૯૭,૨૦૦/-

પકડાયેલા આરોપીઓના નામ:

૧. વિકાસભાઇ અનિલભાઇ લોરીયા (રહે. હાલ માળીયા ફાટક પાસે, કાંતિનગર, મોરબી)

૨. સાગરભાઈ મેરામભાઇ સોલંકી (રહે. મેઘપર, તા. માળીયા મિયાણા, જી. મોરબી)

૩. ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જર (રહે. સાપર ગામ, મોરબી, મૂળ રહે. રાજસ્થાન)

હજી ૨ આરોપીઓ પોલીસ પકડથી દૂર

આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવાના બાકી છે, જેમના નામ નીચે મુજબ છે. પોલીસ તેમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે:

૧. રવિભાઇ લાખાભાઇ સોલંકી (રહે. મેઘપર, તા. માળીયા, હાલ મોરબી)

૨. સચિનભાઇ લાખાભાઇ સોલંકી (રહે. મેઘપર, તા. માળીયા, હાલ મોરબી)

મુખ્ય આરોપી વિકાસ લોરીયા હિસ્ટ્રીશીટર નીકળ્યો

પકડાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે અનિલ લોરીયા અગાઉ પણ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે મોરબી તાલુકા અને મોરબી સિટી બી-ડિવિઝનમાં ચોરી, પ્રોહિબિશન (દારૂબંધી), મોટર વ્હીકલ એક્ટ તેમજ જુગારધારા હેઠળ અગાઉ ૫ જેટલા ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ:

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એસ. ઘેટીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી સી.એસ. સોંદરવા તથા તેમની સર્વેલન્સ ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder