પોલીસ ડાયરી મોરબી

વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ

વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી. ટીમ

તા.૦૧/૦૬/૨૦૨૬

પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધીક્ષકશ્રી, મોરબી દ્વારા ઇ. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મોરબીને નાસતા ફરતા તથા પેરોલ જમ્પ થયેલ આરોપીઓને જડપી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી બી.ડી.ભટ્ટ, તથા વી.જી.માલાણી, તથા પોલીસ માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા, દરમ્યાન પો.હેડ.કોન્સ નિર્મળસિંહ રામસિંહ જાડેજા, અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા, આશીફભાઇ રહીમભાઇ ચાણકીયા એલ.સી.બી. મોરબી નાઓની સયુક્ત ખાનગી હકીકતના આધારે વાકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૦૩/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબના ગુનાના કામે આરોપી પ્રવિણભાઇ શીવાભાઈ જોગરાજીયા રહે- ગુંદાળા તા.વીંછીયા જી. રાજકોટ વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને સદરહુ આરોપી પોતાના ગામ ગુંદાળા ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા ખાનગી બાતમી આધારે આરોપીને ગુંદાળા ગામ તા.વીંછીયા જી.રાજકોટ ખાતેથી આરોપી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવા સારૂ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે

  • કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી, ઇ. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ., એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.જી.માલાણી, પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબી તથા એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કવોડના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતાં

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder