સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગનો સપાટો: સાયલાના ચોરવીરામાં કરોડોની ખનીજચોરી ઝડપાઈ, 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગનો સપાટો: સાયલાના ચોરવીરામાં કરોડોની ખનીજચોરી ઝડપાઈ, 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ

Screenshot

સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. સાયલા વિસ્તારના ચોરવીરા ગામની સીમમાં ખાણ-ખનીજની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી કરોડોની કિંમતનું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગત:

ખાણ-ખનીજ વિભાગની ટીમે ચોરવીરા સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરતા બે કુવાઓમાં કાર્બોસેલ ખનીજનું તાજું ખોદકામ મળી આવ્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી લોખંડની પાઇપો, બકેટ અને ખનીજ ભરવા માટે રાખવામાં આવેલા વાહનો મળી આવ્યા હતા.

ઝડપાયેલ મુદ્દામાલ:

તપાસ ટીમ દ્વારા નીચે મુજબના સાધનો અને ખનીજનો જથ્થો અટકાયતમાં લેવામાં આવ્યો છે:

લોડર: ૧ નંગ (GJ-36-S-2227)

ડમ્પર: ૩ નંગ (જેમાં બે ડમ્પરમાં આશરે 40 મેટ્રિક ટન કાર્બોસેલ ભરેલ હતું)

કાર્બોસેલ ખનીજ: બંને કુવાઓ પરથી કુલ આશરે 60 મેટ્રિક ટન જથ્થો.

અન્ય સાધનો: લોખંડની પાઇપો અને બકેટ.

આગામી કાર્યવાહી:

સર્વેયર દ્વારા કુવાઓની માપણી કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગે કુલ રૂ. 1,10,00,000 (એક કરોડ દસ લાખ) નો મુદ્દામાલ સીઝ કરી સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે ખસેડ્યો છે. આ મામલે ખનીજ ચોરી કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder