મોરબી

મોરબી પોલીસનો સપાટો: ઉંચી માંડલ ગામ પાસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી

મોરબી પોલીસનો સપાટો: ઉંચી માંડલ ગામ પાસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી

મોરબી:

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી નાબૂદ કરવાના અભિયાન હેઠળ મોરબી તાલુકા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમે બાતમીના આધારે ઉંચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી અંદાજે 7.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઘટનાની વિગત:

સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક સફેદ કલરની અર્ટિગા કાર (નંબર પ્લેટ વગરની) વિદેશી દારૂ ભરીને મોરબી તરફ આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ઉંચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો.

કબજે કરેલ મુદ્દામાલ:

વિદેશી દારૂની બોટલ: ૨૮૮ નંગ (કિંમત રૂ. ૨,૧૫,૪૦૯/-)

બિયરના ટીન: ૧૪૪ નંગ (કિંમત રૂ. ૧૯,૮૬૪/-)

અર્ટિગા કાર: કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-

મોબાઈલ ફોન: ૦૨ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦૦/-)

કુલ મુદ્દામાલ: રૂ. ૭,૬૫,૨૭૩/-

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા, પો.સ.ઇ. સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયેલ હતો. હાલ પોલીસે ફરાર કાર ચાલક/માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder