પોલીસ ડાયરી મોરબી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી અને છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખંડણી અને છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી વાંકાનેરથી ઝડપાયો

મોરબી: જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ સતત સક્રિય છે. તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા એક આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાંથી દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા અને પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રાને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પાર્ટ ગુ.ર.નં. ૦૨૩૮/૨૬, બી.એન.એસ. કલમ ૩૦૮(૪), ૩૧૬(૪), ૩૧૮(૪), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાનો નાસતો-ફરતો આરોપી ઈરફાનભાઈ ઉર્ફે સબીર ઈસ્માઈલભાઈ સમા/સંધી (ઉં.વ. ૩૪, રહે. ગેલેક્સી પાર્ક, ચંદ્રપુર ગેલેક્સી સ્કૂલ પાસે, તા. વાંકાનેર) હાલ પોતાના રહેણાંક મકાને હાજર છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી પાર્કમાં દરોડો પાડીને આરોપી ઈરફાન ઉર્ફે સબીર સમાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.

આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલ, પો.સબ.ઇન્સ. બી.ડી.ભટ્ટ, પો.સબ.ઇન્સ. વી.જી.માલાણી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder