મોરબી:
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મોરબી જિલ્લામાં મતદાનનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલા મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવી છે. ટંકારા, વાંકાનેર અને મોરબી સહિતના વિસ્તારોમાં મતદારોએ મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
સાંજે 5 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા:
• મોરબી મનપા: 58.75%
• મોરબી જિલ્લા પંચાયત: 64.08%
• ટંકારા નગરપાલિકા: 74.82%
• વાંકાનેર નગરપાલિકા: 49.19%
• માળિયા મિયાણા નગરપાલિકા: 67.41%
• માળિયા મિયાણા તાલુકા પંચાયત: 64.74%
• મોરબી તાલુકા પંચાયત: 60.65%
• હળવદ તાલુકા પંચાયત: 58.52%
• ટંકારા તાલુકા પંચાયત: 67.12%
• વાંકાનેર તાલુકા પંચાયત: 70.29%
ટંકારા અને વાંકાનેર મોખરે:
મોરબી જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ 74.82% અને વાંકાનેર તાલુકા પંચાયતમાં 70.29% મતદાન નોંધાયું છે. જ્યારે મોરબી જિલ્લા પંચાયતમાં પણ 64.08% જેટલું ઊંચું મતદાન થયું છે.
હવે તમામની નજર 28 એપ્રિલના રોજ જાહેર થનારા પરિણામો પર છે કે જનતાએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ઝડપી સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો: ગુજરાત ગુંજ