મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા છેલ્લા બે વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ અસહાય અને જરૂરિયાતમંદ માતાઓને દર મહિને બેઝિક રાશન કિટ આપી તેમની જીવનજરૂરિયાતોને પૂર્ણ કરવામાં સહાય કરવામાં આવે છે.આ વર્ષે પણ સંસ્થાએ સેવા અને માનવતાના આ કાર્યને આગળ વધારતા કુલ 19 માતાઓને રાશન કીટ માટે દત્તક લીધી છે અને આવી રીતે કુલ 43 માતાઓ ને આજ સુધી મદદરૂપ થયા છે. આ તમામ માતાઓને સમગ્ર વર્ષ દરમિયાન દર મહિને નિયમિત રીતે બેઝિક રાશન કિટ આપવામાં આવશે.મુસ્કાન વેલફેર સોસાયટીનો આ પ્રયાસ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે અને જરૂરિયાતમંદ માતાઓ માટે આશાનો એક કિરણ બની રહ્યો છે.
