પોલીસ ડાયરી મોરબી

વાંકાનેરના સતાપર ગામે સીમમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂ. ૩૦,૮૦૦ ની રોકડ સાથે દબોચી લેતી તાલુકા સર્વેલન્સ ટીમ

વાંકાનેરના સતાપર ગામે સીમમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂ. ૩૦,૮૦૦ ની રોકડ સાથે દબોચી લેતી તાલુકા સર્વેલન્સ ટીમ

વાંકાનેર:
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. પોલીસે સતાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૮ ઇસમોને કુલ રૂપિયા ૩૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

બાતમીના આધારે રેડ
પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો . તે દરમિયાન સતાપર ગામની આથમણી કરારનામની સીમમાં હેમાભાઇ કાળાભાઇની વાડી પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ઘટનાસ્થળે રેડ કરી જુગાર રમતા આઠ આરોપીઓને ઝડપી લીધા હતા

ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. છનાભાઇ જેમાભાઇ ડાભી (રહે. સતાપર)
૨. સુરેશભાઇ નાગજીભાઇ ગણાદીયા (રહે. સતાપર)
૩. નવઘણભાઇ ઉર્ફે ગોવિંદ ગોરધનભાઇ ગણાદીયા (રહે. સતાપર)
૪. હિતેશભાઇ જીવરાજભાઇ ધાડવી (રહે. વિજયગઢ)
૫. હેમાભાઇ કાળાભાઇ ધરજીયા (રહે. સતાપર)
૬. હકાભાઇ કેશભાઇ ગણાદીયા (રહે. સતાપર)
૭. વેરશીભાઇ તેજાભાઇ મકવાણા (રહે. વિજયગઢ)
૮. નવઘણભાઇ ચોથાભાઇ રાઠોડ (રહે. વિજયગઢ)

કબ્જે કરેલ મુદ્દામાલ:

  • રોકડા રૂપિયા ૩૦,૮૦૦/-
  • ગંજી પતાના પાના નંગ- ૫૨

કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરી વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, સર્વેલન્સ ટીમના પીએસઆઈ ડી.વી. ખાંભલા, એએસઆઈ કૃપાલસિંહ ચાવડા, હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળીયા તેમજ કોન્સ્ટેબલ સામતભાઈ છુછીયા, બ્રીજેશભાઇ બોરીચા અને શક્તિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder