પોલીસ ડાયરી મોરબી

એક્શન મોડમાં મોરબી પોલીસ: વાંકાનેરના કણકોટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૨૪ વર્ષીય શખ્સ ઝડપાયો

એક્શન મોડમાં મોરબી પોલીસ: વાંકાનેરના કણકોટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૨૪ વર્ષીય શખ્સ ઝડપાયો

Screenshot

મોરબી:

રાજ્યમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે મોરબી એલ.સી.બી. ટીમે મોટી સફળતા મેળવી છે. વાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

બાતમીના આધારે દરોડો:

મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઇ. ઇશ્વરભાઇ મેલાભાઇ કલોતરા, હેડ કોન્સ્ટેબલ શેખરભાઇ સંગ્રામભાઇ, ભરતભાઇ ઘેલાભાઇ (પેરોલ ફર્લો સ્કોડ) અને કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બહાદુરસિંહને સંયુક્ત રીતે મળેલી ખાનગી બાતમીના આધારે કણકોટ ગામના સ્મશાનની બાજુમાં, ક્રિષ્ના પાન પાર્લરની પાછળ જાહેર જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો.  

રૂપિયા 40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત:

આ સ્થળેથી પોલીસે અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (ઉં.વ. ૨૪, ધંધો: દુકાન તથા ખેતી, રહે. કણકોટ, તા. વાંકાનેર) ને ઝડપી લીધો હતો. આરોપીના કબ્જામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની સીલપેક બોટલો મળી આવી હતી, જેની વિગત નીચે મુજબ છે:  

૭૫૦ એમ.એલ.ની ૨૨ બોટલ: કિંમત રૂ. ૧૫,૨૭૫/-  

૧૮૦ એમ.એલ.ની ૨૦૨ બોટલ (ક્વાર્ટર): કિંમત રૂ. ૨૫,૨૫૦/-  

પોલીસે કુલ રૂપિયા ૪૦,૫૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના તમામ કર્મચારીઓ જોડાયા હતા.  

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder