મોરબી: જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વો સામે મોરબી પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરહદી રેન્જ ભુજ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયાની સૂચના અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઈમ બ્રાંચ (LCB)ને એક મોટી સફળતા મળી છે. માળિયા-મોરબી નેશનલ હાઈવે પરથી એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે દબોચી લેવામાં આવ્યો છે.
📌 ગુપ્ત માહિતીના આધારે ગોઠવવામાં આવ્યું નાકું
LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્ક્વોડ મોરબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. ઈશ્વરભાઈ મેલાભાઈ કલોતરા, અ.હે.કો. ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયા, સેખાભાઈ સંગ્રામભાઈ તથા પો.કોન્સ. પ્રદીપસિંહ બહાદુરસિંહને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમીના આધારે માળિયા-મોરબી નેશનલ હાઈવે પર રાખોડીયા વાંઢ જવાના રસ્તાના નાકા પાસેથી વોચ ગોઠવીને આ શખ્સને ઝડપી લેવાયો હતો.
👤 પકડાયેલ આરોપીની વિગત
• નામ: રમજાન મુસાભાઈ કાજેડીયા મિયાણા (ઉંમર વર્ષ ૩૫)
• ધંધો: મજૂરી
• સરનામું: કાજરડા ગામ, તાલુકો માળિયા, જિલ્લો મોરબી
💼 રિકવર કરાયેલ મુદ્દામાલ
• દેશી હાથ બનાવટની લોખંડની જામગરી બંદૂક નંગ-૧ (કિંમત રૂપિયા ૫,૦૦૦/-)
પોલીસે આરોપી વિરુદ્ધ માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
👮♂️ કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પી.આઈ. શ્રી આર.સી.ગોહિલ, પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ, પેરોલ ફ્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. શ્રી વી.જી.માલાણી તથા એલ.સી.બી./પેરોલ ફ્લો સ્ક્વોડનો તમામ સ્ટાફ જોડાયેલો હતો.
