પોલીસ ડાયરી મોરબી

હળવદ જમીન કૌભાંડ: વધુ એક આરોપીને દબોચતી પોલીસ, સુરેન્દ્રનગરના શખ્સની ધરપકડ

હળવદ જમીન કૌભાંડ: વધુ એક આરોપીને દબોચતી પોલીસ, સુરેન્દ્રનગરના શખ્સની ધરપકડ

હળવદ: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચકચારી બનેલા જમીન કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાના ગુનામાં હળવદ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

શું છે સમગ્ર મામલો?

હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોની સરકારી જમીનના રેવન્યુ રેકોર્ડમાં છેડછાડ કરી, ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન પોતાના નામે કરી લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ અંગે ગત તા. ૦૮/૧૧/૨૦૨૫ ના રોજ હળવદ મામલતદાર દ્વારા કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  

કોની થઈ ધરપકડ?

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ તેજ કરી હતી. બાતમીના આધારે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી બીજલ અમરશીભાઇ ઝેઝરીયા , રહે. ગામ અભેપર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડ્યો છે.  

કાયદેસરની કાર્યવાહી

પકડાયેલ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૧૨૦(બી) અને ૩૪ મુજબ ગુનો નોંધાયેલ છે. પોલીસે આરોપીની અટકાયત કરી આ કૌભાંડમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.  

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder