મોરબી:
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક વણશોધાયેલ (અન-ડિટેક્ટ) ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. મોબાઈલ ટાવરમાંથી કિંમતી એન્ટેના કાર્ડ (રિમોટ રેડિયો યુનિટ) ની ચોરી કરનાર ત્રિપુટીને ચોરીના મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ઇકો કાર સાથે ઝડપી પાડવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અન-ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ટાવર કાર્ડ ચોરીના ગુના (બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૩૩૧(૪) મુજબ) ની તપાસ ચાલુ હતી.
આ તપાસ દરમિયાન મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન. એસ. ઘેટીયા તથા પીએસઆઈ સી. એસ. સોંદરવાની માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પટેલિંગમાં હતી. તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમોથી ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરનાર ઇસમો મુદ્દામાલ સાથે પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે નીચી માંડલથી વાંકડા તરફ જતા રસ્તે પુલીયા પાસેથી વોચ ગોઠવીને ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
પકડાયેલ આરોપીઓના નામ:
૧. પીન્ટુભાઈ ભરતભાઈ સોલંકી (રહે. નગરા, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર)
૨. રાહુલ કુમાર ટીકમ સિંહ (રહે. હાલ આદિપુર તા. ગાંધીધામ જી. કચ્છ, મૂળ રહે. ઉત્તર પ્રદેશ)
૩. કપીલ છદ્દન સિંહ (રહે. ઢયોટી પોસ્ટ ઢયોટી તા. ઘનૌરા જી. અમરોહા, ઉત્તર પ્રદેશ)
કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. ૨,૩૩,૬૧૩/-):
• ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ચોરી થયેલ અંજનાકાર્ડ (રિમોટ રેડિયો યુનિટ) નંગ-૦૨ (કિંમત રૂ. ૮૩,૬૧૩/-)
• ચોરીમાં ઉપયોગમાં લીધેલી મારૂતિ ઇકો કાર રજી. નંબર GJ-13-CA-3632 (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-)
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એસ.ઘેટીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.એશ.સોંદરવા તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
