રિપોર્ટ સુરેશભાઈ ગોસ્વામી મોરબી:
મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. મંદિર પરિસરને આકર્ષક રોશનીથી ઝળહળિત બનાવવામાં આવ્યું છે, જે ભક્તોમાં ખાસ ઉત્સાહ જગાવી રહ્યું છે.
આ પાવન અવસરે તા. 25-03-2026, બુધવારે રાત્રે 8:30 વાગ્યે મંદિરના આંગણે ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટીની સાથે ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બહેનો અને દીકરીઓને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી તેઓ ભક્તિ અને આનંદ સાથે આ પર્વનો લાભ લઈ શકે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે આ રાસ-ગરબા કાર્યક્રમમાં અંજલી ઈવેન્ટ – રમેશ ભદ્રાની ટીમ દ્વારા મંડપ સહિત તમામ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જે સેવાભાવ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
શ્રી ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભક્તિ, એકતા અને સેવાભાવનો સુંદર સંદેશ આપે છે.
મોરબીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ-ગરબા: શ્રદ્ધા અને સેવાભાવનો અનોખો સમન્વય