પોલીસ ડાયરી મોરબી

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે યુવાનની હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો: બે આરોપીઓની ધરપકડ

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે યુવાનની હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો: બે આરોપીઓની ધરપકડ

મોરબી:

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કોલસાના ડેલા પાસે ગઈકાલે બપોરના સમયે થયેલ ખૂનનો ગંભીર ગુનો મોરબી ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત:

તારીખ 11/05/2026 ના રોજ બપોરના સમયે ન્યુ નવલખી ટાટા નગરના રહેવાસી અબ્બાસ અબ્દુલ સોતા નામના 29 વર્ષીય યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ હુમલામાં મૃતકના બે ભાઈઓને પણ લોખંડના સળીયા વડે માર મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી:

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.સી. ગોહિલ અને મોરબી તાલુકા ઇન્ચાર્જ પી.આઈ. જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ માધ્યમ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લીધા છે.

પકડાયેલ આરોપીઓ:

1. આસિફભાઈ અલીયાસભાઈ દલ (ઉ.વ. 26, રહે. નવી નવલખી)

2. હુશેનભાઈ અભરામભાઈ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાઇચા (ઉ.વ. 28, રહે. નવી નવલખી)

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અંગત અદાવત અને સમાધાન માટે બોલાવીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder