હળવદ:
હળવદ ટાઉન વિસ્તારમાં મકાનમાં રમાતા જુગાર પર હળવદ પોલીસે દરોડો પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢ્યો છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ. ૨,૬૨,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૪ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે મકાનમાલિક ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.
સરહદી રેન્જ ભુજના આઇજીપી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના અન્વયે હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ કામગીરી કરી હતી.
પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ ગોકળભાઈ બાર/રબારીના મકાને દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં ગંજીપત્તા વડે જુગાર રમતા ૪ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ:
૧. પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઇ કલોતરા (રહે. ગોકુલનગર, હળવદ)
૨. બળદેવ ઘનશ્યામભાઇ ધારીયા પરમાર (રહે. શરણેશ્વર સોસાયટી, તળાવના કાંઠે, હળવદ)
૩. ધવલ દેવશીભાઇ કલોતરા (રહે. ગોકુલનગર, હળવદ)
૪. વાસુદેવ મોહનભાઈ એરવાડીયા (રહે. વસંતપાર્ક, આઇ.ટી.આઇ. સામે, હળવદ)
પકડવાનો બાકી આરોપી:
• ભરત ગોકળભાઇ બાર (રહે. ગોકુલનગર, હળવદ)
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
• રોકડ રકમ: રૂ. ૧,૫૧,૫૦૦/-
• મોટરસાઇકલ નંગ-૨ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-)
• મોબાઇલ ફોન નંગ-૪ (કિંમત રૂ. ૭૧,૦૦૦/-)
• ગંજીપત્તાના પાના
• કુલ મુદ્દામાલ: રૂ. ૨,૬૨,૫૦૦/-
આ મામલે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની વિધિ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પી.આઇ. આર.ટી.વ્યાસ, પી.એસ.આઇ. એસ.એસ.ભટ્ટ તથા હળવદ પોલીસ સ્ટાફ જોડાયો હતો.