મોરબી:
મોરબી ક્રાઈમ બ્રાંચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઉમા ટાઉનશિપ સ્થિત વૈભવ હાઈટ્સના એક રહેણાક ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તાના પાના મળી કુલ ₹૧,૧૮,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૬ ઈસમોની અટકાયત કરી છે.
ઘટનાની વિગત:
સરહદી રેન્જ ભુજ અને મોરબી પોલીસ અધીક્ષકની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી હતી. બાતમીના આધારે અમીતભાઈ મનુભાઈ પટેલના કબજા ભોગવટાવાળા વૈભવ હાઈટ્સ ફ્લેટ (ટાવર-સી, નં-૨૦૪)માં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં બહારથી માણસો બોલાવી પૈસાની હાર-જીતનો ત્રણ પત્તીનો રોન પોલીસનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. અમીતભાઈ મનુભાઈ હોરીયા (રહે. મોરબી-૨, ઉમા ટાઉનશિપ, વૈભવ હાઈટ્સ, ફ્લેટ સી-૨૦૪)
૨. પરેશભાઈ દયાાળજીભાઈ પારેખ (રહે. ગ્રીનચોક, પારેખશેરી, મોરબી)
૩. રમેશભાઈ સામજીભાઈ જીવાણી (રહે. રસનાળગામ, તા. જોડિયા, જી. જામનગર)
૪. હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરીયા (રહે. શનાળા ગામ, જ્ઞાનવિહાર સ્કૂલ પાસે, મોરબી)
૫. જીતેશભાઈ નાથાભાઈ ઝાલા (રહે. મોરબી બાયપાસ રોડ, ૨૫-વારીયા પ્લોટ, મોરબી)
૬. દિલીપભાઈ રતનભાઈ સંગાડા (રહે. સામાકાંઠે, શ્રીમદ સોસાયટી, મોરબી-૨)
પોલીસે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી: ઉમા ટાઉનશિપના વૈભવ હાઈટ્સમાંથી રમાતો જુગાર ધામ ઝડપાયો, ₹૧.૧૮ લાખના મુદ્દામાલ સાથે ૬ આરોપીઓની ધરપકડ