પોલીસ ડાયરી મોરબી

હળવદના કડિયાણા ગામની સીમમાંથી 5 જુગારીઓ ઝડપાયા, ₹57,600નો મુદ્દામાલ જપ્ત

હળવદના કડિયાણા ગામની સીમમાંથી 5 જુગારીઓ ઝડપાયા, ₹57,600નો મુદ્દામાલ જપ્ત

હળવદ:તા.16:મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવતી ઝુંબેશ અંતર્ગત હળવદ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. કડિયાણા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી તેમની પાસે થી કુલ ₹57,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસ મહાનિરીક્ષક નીરજ કોરટિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસની સૂચના મુજબ પોલીસ સ્ટાફે બાતમીના આધારે કડિયાણા ગામથી પાંચાતીર્થ તરફ જવાના રસ્તા નજીક ડિકેટના મેદાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં કરશનભાઈ વાઘજીભાઈ ઉડેડા, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા અને ભવાનભાઈ વિરમભાઈ સરૈયાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ હળવદ તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે. હળવદ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ ગયો છે. પોલીસ દ્વારા આવા ગુનાઓ સામે સતત સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે હોવાનું પણ જાણવા મળ્યું છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder