પોલીસ ડાયરી મોરબી

મોરબી પોલીસની મોટી કાર્યવાહી: ખેડૂતનું ખોટું નામ ધારણ કરનારો અને પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી ઝડપાયો!

મોરબી પોલીસની મોટી કાર્યવાહી: ખેડૂતનું ખોટું નામ ધારણ કરનારો અને પ્રોહિબિશનનો નાસતો ફરતો આરોપી ઝડપાયો!

મોરબી:
ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતનું ખોટું નામ ધારણ કરવાના ગુનામાં છેલ્લા ૮ મહિનાથી અને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૩ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.  
🚨 શું હતો સમગ્ર મામલો?
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે રહેતા બાબુભાઈ તળશીભાઈ ચાવડાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ તેમના પિતાજીના નામના ખોટા અને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ વારસાઈ પેઢી આંબો બનાવી, ખોટા ખેડૂત ખાતેદાર તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે પોલીસે BNS કલમ ૬૧(૨), ૩૧૯, ૩૩૭, ૩૩૮, ૩૪૦(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી લાંબા સમયથી ફરાર હતો. આ ઉપરાંત આરોપી પ્રોહિબિશનના (દારૂના) ગુનામાં પણ પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.  
👤 પકડાયેલ આરોપીનું નામ:
દર્શીતભાઇ પ્રવીણભાઇ મેવાડા (ભરવાડ) (ઉંમર વર્ષ: ૩૦)  
રહેઠાણ: ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગરબી ચોક, ત્રણ માળિયા, શનાળા રોડ, મોરબી (મૂળ રહે. હરીપર, તા. લાલપુર, જી. જામનગર)  
👮 પોલીસની સરાહનીય કામગીરી
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધવાની ડ્રાઈવ દરમિયાન સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજાની ટીમ સક્રિય હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પી.આઈ. વાય.બી.જાડેજા, પી.એસ.આઈ. જે.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder