મોરબી: ગુજરાતની નવરચિત મોરબી મહાનગરપાલિકાના પ્રથમ શાસકોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મોરબીના રાજકારણમાં ભારે ઉત્તેજના અને અટકળો વચ્ચે ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોરબી મનપાના પદાધિકારીઓના નામો પર આખરી મહોર મારવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગભાઈ રાણપરાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મનપાની સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયંતીભાઈ પડસુંબિયાની વરણી કરવામાં આવી છે.
સંગઠનને મજબૂત કરવા અન્ય હોદ્દેદારોની પણ જાહેરાત:
મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક (Whip) તરીકે જયેશભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે.
નવનિયુક્ત તમામ પદાધિકારીઓને પક્ષના આગેવાનો, કાર્યકરો અને મોરબીના નાગરિકો દ્વારા ઉત્સાહભેર વધાવી લેવામાં આવ્યા છે અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સિરામિક સિટી મોરબીના વિકાસને આ નવી ટીમ નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
