વાંકાનેર:
વાંકાનેર સિટી પોલીસ ટીમે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની ઝુંબેશ અંતર્ગત એક મહત્વની સફળતા મેળવી છે. શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખી, એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
તપાસની વિગત:
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે રાજકોટના ભગવતીપરામાં એક શખ્સ ચોરીના મોટરસાયકલ સાથે જોવા મળ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શંકાસ્પદ શખ્સના ઘરે તપાસ કરતા ચોરીનું વાહન મળી આવ્યું હતું.
ઝડપાયેલ આરોપી:
• અલિહુસૈન કુર્બાનહુસૈન લખ્મીધર
• રહેવાસી: કેશવ વિલા એપાર્ટમેન્ટની બાજુમાં, ભગવતીપરા, રાજકોટ
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે વાંકાનેરની બંધુસમાજ હોસ્પિટલ પાસેથી આ મોટરસાયકલ ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી.
કબજે કરેલ મુદ્દામાલ:
• એક સુઝુકી એક્સેસ મોટરસાયકલ (રજી. નંબર GJ-03-JN-9244)
• કિંમત: ₹૩૦,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ. સિંધવ, પીએસઆઈ કે.એચ. ભોચીયા, હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઈ પરમાર, રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા જોડાયા હતા.
