પોલીસ ડાયરી મોરબી

મોરબી LCBની મોટી કાર્યવાહી: જેતપરની સીમમાં જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા, ₹૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત 

મોરબી LCBની મોટી કાર્યવાહી: જેતપરની સીમમાં જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા, ₹૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત 

મોરબી:

મોરબી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધીક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ની ટીમે એક સફળ કામગીરી કરીને મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે. પોલીસ રેઇડ દરમિયાન ૯ ઇસમો રંગેહાથ ઝડપાઈ ગયા છે, જ્યારે ૪ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ખાનગી બાતમીના આધારે રેઇડ:

મળતી માહિતી મુજબ, LCB મોરબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જેતપરથી દેવળિયા જવાના રસ્તે, જેતપર ગામની સીમમાં આવેલ એક પડતર ખરાબાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળે રેઇડ પાડી હતી.

₹૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત:

પોલીસે રેઇડ દરમિયાન જુગાર રમતા કુલ ૦૯ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી:

રોકડા રૂપિયા: ₹૭૦,૧૦૦/-

મોબાઇલ ફોન: ૭ નંગ (કિંમત ₹૫૦,૦૦૦/-)

ગંજીપતાના પાના: ૫૨ નંગ

કુલ મુદ્દામાલ: ₹૧,૨૦,૧૦૦/- નો મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી કબજે કર્યો છે.

૧૩ આરોપીઓ સામે ગુનો દાખલ:

આ દરોડા દરમિયાન ૪ આરોપીઓ પોલીસને જોઈને નાસી ગયા હતા. પોલીસે પકડાયેલા ૯ અને નાસી છૂટેલા ૪ મળી કુલ ૧૩ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ:

૧. રણજીતભાઇ મનસુખભાઇ પટેલ (ઉ.વ. ૨૨, રહે. વેણાસર, માળિયા મી.)

૨. અભયભાઇ ભગવાનજીભાઇ પટેલ (ઉ.વ. ૨૬, રહે. જેતપર, મોરબી)

૩. અશ્વિનભાઇ હીરજીભાઇ પટેલ (ઉ.વ. ૪૬, રહે. રવાપર, મોરબી)

૪. ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ કોળી (ઉ.વ. ૩૬, રહે. જેતપર, મોરબી)

૫. માનસીંગભાઇ દેવાભાઇ કોળી (ઉ.વ. ૫૫, રહે. વવાણીયા, માળિયા મી.)

૬. નિપુલભાઇ જેન્તીભાઇ પટેલ (ઉ.વ. ૩૪, રહે. મહેન્દ્રનગર, મોરબી)

૭. મયંકભાઇ તળશીભાઇ પટેલ (ઉ.વ. ૩૪, રહે. મહેન્દ્રનગર, મોરબી)

૮. રાહુલભાઇ મનહરભાઇ બોસીયા (ઉ.વ. ૨૫, રહે. જેતપર, મોરબી)

૯. મેહુલભાઇ લાભુભાઇ પટેલ (ઉ.વ. ૩૬, રહે. મહેન્દ્રનગર, મોરબી)

ફરાર આરોપીઓ (પકડવાના બાકી):

૧. રાજુભાઇ કંડિયા/પટેલ (પાઉભાજીવાળા, રહે. જેતપર)

૨. ઢેકરી અંધારા (रहે. જેતપર)

૩. રૂપેશ ઉર્ફે રૂપો કલોલા (રહે. જેતપર)

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder