મોરબી

મોટા દહીસરા ગામે હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી માળિયા મિયાણા પોલીસ

મોટા દહીસરા ગામે હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી માળિયા મિયાણા પોલીસ

મોરબી: કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવાની સૂચના અન્વયે માળિયા મિયાણા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. મોટા દહીસરા ગામે બનેલી હત્યાના પ્રયાસની ઘટનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.  

શું હતી ઘટના?

માળિયા મિયાણા પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ-109(1) મુજબ નોંધાયેલા ગુનામાં આરોપી કીશોરભાઈ દેવદાનભાઈ લોખીલ (ઉં.વ. 37, રહે. મોટા દહીસરા) ગુનો આચરીને ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી હતી.  

બાતમીના આધારે કાર્યવાહી

તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મોટા દહીસરાથી નાનભેલા ગામ જવાના રસ્તે આવેલ વાડામાં છુપાયેલો છે. આ માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફે તે વિસ્તારને કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

પોલીસ ટીમ

આ સફળ કામગીરી માળિયા મિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.  

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder