ઉદ્યોગ

શેરબજારમાં ‘ગુજરાતનો ડંકો’: સક્રિય રોકાણકારો અને ટ્રેડિંગ ટર્નઓવર બંનેમાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે

શેરબજારમાં ‘ગુજરાતનો ડંકો’: સક્રિય રોકાણકારો અને ટ્રેડિંગ ટર્નઓવર બંનેમાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે

અમદાવાદ:

શેરબજારમાં અનિશ્ચિતતા અને ઉતાર-ચઢાવ વચ્ચે પણ ગુજરાતી રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) ના તાજેતરના ડેટા અનુસાર, સક્રિય રોકાણકારોની સંખ્યા અને ટ્રેડિંગ ટર્નઓવર એમ બંને બાબતોમાં ગુજરાત અત્યારે દેશમાં બીજા ક્રમે બિરાજમાન છે.

રૂ. ૧૮.૫ લાખ કરોડનું જંગી ટર્નઓવર

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના આંકડાઓ દર્શાવે છે કે, ગુજરાતના રોકાણકારોએ કેશ માર્કેટમાં કુલ રૂ. ૧૮.૫ લાખ કરોડનું અધધ ટર્નઓવર કર્યું છે. બજારમાં જ્યારે ઘટાડો જોવા મળે છે, ત્યારે પણ ગુજરાતીઓ તેને કમાણીની તક તરીકે જોઈને રોકાણ કરવાનું પસંદ કરે છે, જે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

૪૬ લાખ રોકાણકારો મેદાનમાં

NSE ના ડેટા મુજબ, આ નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાતના અંદાજે ૪૬ લાખ જેટલા રોકાણકારોએ બજારમાં ઓછામાં ઓછી એક વખત ટ્રેડિંગ કર્યું છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં રોકાણકારોની સહભાગિતા આટલા ઉચ્ચ સ્તરે જોવા મળી છે.

ઘટાડામાં પણ કમાણીની તક શોધતા ગુજરાતીઓ

શેરબજારમાં વૈશ્વિક કારણોસર ગમે તેવી અનિશ્ચિતતા હોય, પરંતુ ગુજરાતી રોકાણકારો ‘Buy on Dip’ (ઘટાડામાં ખરીદી) ની વ્યૂહરચનામાં માહિર ગણાય છે. નવી પેઢીના યુવાનો પણ હવે ઇક્વિટી માર્કેટ તરફ વળ્યા હોવાથી ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder