
કચ્છના વિશાળ રણ વિસ્તારમાં પણ પોલીસ તંત્ર પ્રજા રક્ષક તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યું છે. હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રેરણાદાયક કામગીરી કરવામાં આવી છે, જેમાં અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢી તેમને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો હતો.
આ કામગીરી માત્ર ટેકનોલોજીના ઉપયોગનો ઉત્તમ દાખલો નથી, પરંતુ પોલીસની સતર્કતા, જવાબદારી અને પ્રજાપ્રતિની લાગણીને પણ દર્શાવે છે. CEIR પોર્ટલ દ્વારા મોબાઇલ ટ્રેકિંગ કરી ટૂંકા સમયમાં માલિક સુધી પહોંચાડવું એ પ્રશંસનીય કામગીરી છે. કચ્છ જેવા દુર્ગમ અને રણ વિસ્તાર હોવા છતાં પોલીસ તંત્ર દિવસ-રાત એલર્ટ રહીને પોતાની ફરજ બજાવે છે. દરિયાઈ વિસ્તાર હોય, રણ વિસ્તાર હોય કે શહેર-ગામડાં—દરેક જગ્યાએ પોલીસ પ્રજાની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે.
હાજીપીર પોલીસની આ કામગીરી “તેરા તુજકો અર્પણ” જેવા સારા સુત્રને સાચા અર્થમાં સાકાર કરે છે. આવી કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય છે.આવા પ્રેરણાદાયક કાર્યો બદલ હાજીપીર પોલીસને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.