
મોરબી: “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રજાલક્ષી કાર્ય કરી અંદાજે ૧૦.૪૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે. CEIR પોર્ટલ અને ટેકનિકલ વર્કઆઉટથી મળી સફળતા
મોરબી સીટી એ-ડીવીજન પોલીસ મથકના પી.આઈ. આર.એસ. પટેલ અને પી.એસ.આઈ. જે.સી. ગોહિલના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ વર્કઆઉટ અને “CEIR” પોર્ટલનો અસરકારક ઉપયોગ કર્યો હતો. આ કામગીરી દરમિયાન ખોવાયેલા મોબાઈલ ફોનની વિગતો પોર્ટલ પર એન્ટર કરી સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે લાખોની કિંમતનો મુદ્દામાલ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પરત સોંપાયેલ મુદ્દામાલની વિગતો:
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં નીચે મુજબની ચીજવસ્તુઓ અરજદારોને પરત કરવામાં આવી છે:• ૩૧ નંગ મોબાઈલ: જેની અંદાજિત કિંમત ₹૬,૫૬,૬૪૯/- થાય છે.
- સોનાના પાટલા (૨ નંગ): જેની અંદાજિત કિંમત ₹૩,૦૦,૦૦૦/- છે. રોકડ રકમ: રિક્ષામાં ભુલાય ગયેલ ₹૪૦,૦૦૦/- ની રોકડ પણ પરત અપાઈ.• મોટરસાયકલ: નેત્રમ CCTV કેમેરાની મદદથી શોધી કાઢેલ ₹૫૦,૦૦૦/- ની કિંમતનું બાઈક પરત સોંપાયું.કુલ મળીને ₹૧૦,૪૬,૬૪૯/- નો મુદ્દામાલ તેના સાચા માલિકોને પરત કરી પોલીસે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.એસ. પટેલ, પી.એસ.આઈ. જે.સી. ગોહિલ, એ.એસ.આઈ. સવજીભાઈ દાફડા, કિશોરભાઈ મિયાત્રા, વિજયદાન ગઢવી, હિતેષભાઈ ચાવડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, જયદિપભાઈ દેવસુર અને અશ્વીનસિંહ સુર સહિતના સ્ટાફ મિત્રો જોડાયા હતા.
અહેવાલ: ગુજરાત ગુંજ ન્યૂઝ