રાજકારણ

વાલીઓ સાવધાન! આનંદીબેન પટેલે સંતાનોના ઉછેર બાબતે આપી ગંભીર ચેતવણી: “જો દીકરી બીજા રૂમમાં જઈ છુપાઈને ફોન પર વાત કરે તો સમજી જજો…”

વાલીઓ સાવધાન! આનંદીબેન પટેલે સંતાનોના ઉછેર બાબતે આપી ગંભીર ચેતવણી: “જો દીકરી બીજા રૂમમાં જઈ છુપાઈને ફોન પર વાત કરે તો સમજી જજો…”

Screenshot

પાટણ/હરિદ્વાર:

હરિદ્વારમાં આયોજિત ભાગવત કથા દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજના બદલાતા સામાજિક વાતાવરણ અને સંતાનોના ઉછેર બાબતે વાલીઓને ખૂબ જ મહત્વની ટકોર કરી છે. તેમણે આજના સમયમાં માતા-પિતા અને બાળકો વચ્ચે વધતા અંતર પર ચિંતા વ્યક્ત કરી હતી.

સંતાનોના વર્તનમાં આવતા ફેરફાર પર નજર રાખો

આનંદીબેન પટેલે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાતો કરતી હોય અને અચાનક જ તેના વર્તનમાં ફેરફાર જોવા મળે, એટલે કે તે બીજા રૂમમાં જઈને ધીમેથી અથવા છુપાઈને ફોન પર વાત કરવાનું શરૂ કરે, તો વાલીઓએ સતર્ક થઈ જવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આવું વર્તન સૂચવે છે કે ‘Something is wrong’ (કંઈક ખોટું થઈ રહ્યું છે).

શંકા નહીં, સાવચેતીની જરૂર છે

તેમણે વધુમાં ઉમેર્યું કે, વાલીઓએ સંતાનો પર ખોટી શંકા કરવાને બદલે તેમના પર સતત નજર રાખવી જોઈએ અને પ્રેમપૂર્વક સાવચેતી રાખવી જોઈએ. આજના ડિજિટલ યુગમાં દીકરા-દીકરીઓને યોગ્ય માર્ગદર્શન આપવું અને તેમને સાચવવા તે માતા-પિતાની સૌથી મોટી જવાબદારી છે.

સામાજિક મૂલ્યોમાં આવી રહેલા પરિવર્તનો વચ્ચે વાલીઓ માટે આનંદીબેન પટેલનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder