Kapil Sibal: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી [Tamil Nadu Assembly Election 2026] ના પરિણામો બાદ રાજ્યમાં સત્તાની ખેંચતાણ તેજ બની છે. સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા વિજયના [Thalapathy Vijay] નેતૃત્વવાળી પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ [TVK] સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હોવા છતાં હજુ સરકાર રચી શકી નથી. TVK એ ૧૦૮ બેઠકો જીતી છે અને કોંગ્રેસના [Congress] ૫ ધારાસભ્યોના સમર્થન સાથે આ આંકડો ૧૧૨ પર પહોંચ્યો છે, પરંતુ બહુમતીના ૧૧૮ ના જાદુઈ આંકડાથી તે હજુ પણ ૬ બેઠક દૂર છે. આ સ્થિતિમાં સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં થઈ રહેલા વિલંબ મુદ્દે વરિષ્ઠ વકીલ અને સાંસદ કપિલ સિબ્બલે [Kapil Sibal] રાજ્યપાલના વલણ સામે આકરા પ્રહારો કર્યા છે.
વિજયની રાજ્યપાલ સાથે મુલાકાત અને સત્તાનો દાવો
નોંધનીય છે કે, TVK ના વડા વિજયે મંગળવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે, રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે પૂરતું સંખ્યાબળ સાબિત કર્યા પછી જ સરકાર રચવાનું આમંત્રણ આપી શકાય. હાલમાં TVK અન્ય પક્ષો સાથે ગઠબંધન [Political Alliance] માટે પ્રયત્નશીલ છે, પરંતુ રાજ્યપાલના કડક વલણને કારણે રાજકીય અનિશ્ચિતતા વધી છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ ના આંકડા
રાજ્યની કુલ બેઠકો પર વિવિધ પક્ષોની સ્થિતિ નીચે મુજબ છે:
- TVK (વિજય): ૧૦૮ બેઠકો
- DMK (સ્ટાલિન): ૫૯ બેઠકો
- AIADMK (પલાનીસ્વામી): ૪૭ બેઠકો
- કોંગ્રેસ: ૫ બેઠકો
- PMK: ૪ બેઠકો
- BJP: ૧ બેઠક
- અન્ય (CPI, IUML): ૬ બેઠકો