ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ પ્રકારની ગાઇડલાઇન નું પાલન કર્યા વિના તદન ગેરકાયદેસર રીતે વિસ્ફોટક કરી કોલસાના આશરે ૧૬૦ ફુટ વર્ટીકલ રેબીટ હોલ કુવાઓ ગાળી તેની અંદર જે જગ્યાએ કોલસાના લેઅર ચાલુ થાય ત્યાં સુ૫ર પાવર ૯૦ તેમજ જીલેટીક વિસ્ફોટકના ઉ૫યોગથી હોરીઝનટલ સુરંગો ગાળી તેમાં સુરંગોમાં મીની ટ્રકટર લઇ જઇ પરપ્રાંતીય મજુરો તેમજ સ્થાનિક મંજુરોના જીવ જોખમમાં મુકી લાંબાગાળાથી ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવતુ હતુ જેના કારણે આજુ બાજુ ના ઘરો, સ્કુલો, આંગણવાડી, વિજળીના થાંભલાઓ તેમજ અન્ય સરકારી તેમજ ખાનગી મિલકતોમાં તીરાડો પાડી નુકશાન કરેલ છે તેમજ ૫ર્યાવરણને ૫ણ મોટા પ્રમાણમાં નુકશાન કરેલ છે. તેમજ આ કોલસાના કુવાઓમાં ખતરનાક વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવે છે. જે વિસ્ફોટકના પ્રચંડ અવાજથી આજુબાજુ રહેતા લોકો શાંતિથી સુઈ શકતા નથી. તેમજ ખનિજ માફીયાઓ પ્રતિદિન રાત્ર દિવસ મોટા પ્રમાણમાં કોલસાનું ખનન, વહન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકશાન કરતા હતા તેમજ અગાઉ ઘણી વાર કુવામાં મંજુરો મરવાની ઘટનાઓ બનેલ હતી તેમજ કુવાઓમાં વન્યપ્રાણીઓ તેમજ ૫શુઓ ૫ડવાની ઘટતા બનતી હોય છે.તેમજ ખનિજ માફીયાઓ કોલસાની ખનિજ ચોરી અંગેની તદન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી સુરક્ષાના કોઇ૫ણ નિયમોનુ પાલન કર્યા વિના બિનવૈજ્ઞાનીક ઢબે તથા તદન ગેરકાયદેસર રીતે ખનન કરી તેઓની અને બીજાની જીંદગી જોખમમાં મુકે છે.
ખનિજ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં કોલસાનું તેમજ સફેદ માટી તથા અન્ય ખનિજનું બિનકાયદેસર અને બિન વૈજ્ઞાનિક ઢબે ખનન કરવામાં આવતું હતું. ખાસ કરીને, “rabbit hole” પ્રકારના ઊંડા કૂવા અને સાંકડા ગાળાઓ બનાવી underground mining કરવામાં આવતું હતું, જ્યારે આવા પ્રકારનું ભૂગર્ભ ખનન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તેમ છતા આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં મજૂરોને કોઈપણ સુરક્ષા સાધનો વગર કામ પર મૂકવામાં આવતા હતા, ખાણોમાં ધસારો (collapse) થવાનો ઊંચો ખતરો રહેતો હતો,ઓક્સિજનની અછત, ઝેરી વાયુઓ અને દુર્ઘટનાની ગંભીર શક્યતા રહેલી હતી,તેમજ વિસ્ફોટકના કારણે ભેખડો ૫ડવાના કારણે મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થતું હતું. તેમજ ખનિજ માફિયાઓ દ્વારા વિસ્ફોટક પદાર્થોનો આડેધડ અને બિનઅધિકૃત ઉપયોગ કરીને ખનન કરવામાં આવતું હતું, જે જાહેર સુરક્ષા માટે અત્યંત જોખમી છે અને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ આવે છે.
તેમજ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળી જગ્યાઓ દુર્ગમ વિસ્તારમાં આવેલ છે તે જગ્યાએ ખનિજ માફીયાઓ મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરે છે અને તપાસ ટીમને જવાના રસ્તાઓ ઉ૫ર ખનીજ માફિયાઓ કાંટા, મોટાં પથ્થર, માટીના પાળાની આડસ કરી, ટીમ તે જગ્યાએ ન જઈ શકે તે માટે આ કૃત્ય કરતાં હોય છે. જેના કારણે આ ગેરકાયદેસર ખનિજ ખોદકામ વખતે આકસ્મિક દરોડાં પાડતાં સમયે અઘિકારી/ કર્મચારી સ્થળ પર સમયસર ન પહોંચી શકતાં, ખનીજ માફિયાઓ નાસી જાય છે તેમજ અમુક સમયે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળી જગ્યાએ ખનીજ માફિયાના ટોળાં એકત્રીત થઈ, ઉશ્કેરણીજનક વાતાવરણ ઉભું કરે છે તેવુ ન બનાવા પામે અને ખનિજ ચોરી ન કરવામાં આવે તે માટે પોલીસ ઇન્સ્પેકટરશ્રી મુળીએ દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અઘિક્ષકશ્રી સુરેન્દ્રનગર મારફત અત્રેને મોકલી આપેલ હતી, જે કામે સુનાવણી રાખવામાં આવેલ હતી.
જે અંતર્ગત આજ તારીખ : ૨૫/૦૩/૨૦૨૬ ના રોજ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ નીચે મુજબના નામવાળા કુલ ૧૯ (ઓગણીસ) ખનિજ માફીયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવા હુકમ કરવામાં આવ્યા.
તડીપાર કરવામાં આવેલ ઇસમોના નામ :
(૧) કાળુભાઇ મોતીભાઇ ખાંભલા રહે. ગઢડા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૭ માસ)
(૨) કાનાભાઇ મામૈયાભાઇ ખાંભલા રહે. ગઢડા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૭ માસ)
(૩) જયપાલસિંહ ભરતસિંહ કાઠીયા રહે. મુળી તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૪) વિજયભાઇ વાઘજીભાઇ શિહોરા રહે. સરલા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૭ માસ)
(૫) મુકેશભાઇ જાદવજીભાઇ શિહોરા રહે. સરલા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૬) રૂખડભાઇ કુકાભાઇ જોગરાણા રહે. ખાખરાળા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૭) રતુભાઇ વિરાભાઇ જોગરાણા રહે. ભવાનીગઢ તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૭ માસ)
(૮) ખોડાભાઇ લીંબાભાઇ રબારી રહે. ખંપાળીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૯) આલાભાઇ લીંબાભાઇ રબારી રહે. ખંપાળીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૧૦) પ્રભુભાઇ ઘુઘાભાઇ કોળી રહે. ખંપાળીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૧૧) જેમાભાઇ હરજીભાઇ બાવળીયા રહે. ખંપાળીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૧૨) પેમાભાઇ હરજીભાઇ બાવળીયા રહે. ખંપાળીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૧૩) ખીમાભાઇ મેરુભાઇ રબારી રહે. ખંપાળીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૧૪) ભરતભાઇ ગોવિંદભાઇ સારલા રહે. ૫લાસા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૭ માસ)
(૧૫) સુનીલભાઇ હનાભાઇ ફીસડીયા રહે. ૫લાસા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૭ માસ)
(૧૬) રઘુભાઇ છનાભાઇ નદીશાળીયા રહે. ખાખરાળા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
(૧૭) યુવરાજસિંહ ક્રિપાલસિંહ ૫રમાર રહે. નવાણીયા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૯ માસ)
(૧૮) ઉદયભાઇ ભરતભાઇ વિક્રમા રહે. ફુલઝર તાલુકો : ચોટીલા જિલ્લો : સુરેન્દ્રનગર (૬ માસ)
(૧૯) રઘુભાઇ નાનજીભાઇ મકવાણા રહે. સરલા તાલુકો : મુળી જિલ્લો : સુરેન્દ્રનગર (૮ માસ)
રિપોર્ટર સંજય નંદેસરિયા
