શિક્ષણ

૧૨ સાયન્સ પછી કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી? આઈસ્ટાર કોલેજના ડૉ. રોહિત એચ. દવેનું વિશેષ માર્ગદર્શન

૧૨ સાયન્સ પછી કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી? આઈસ્ટાર કોલેજના ડૉ. રોહિત એચ. દવેનું વિશેષ માર્ગદર્શન

ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ માટે ‘હવે આગળ શું?’ તે એક મુંઝવતો પ્રશ્ન હોય છે. આ વિષય પર આઈસ્ટાર કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. રોહિત એચ. દવે એ વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી બહાર લાવવા માટે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

નિષ્ણાત ડૉ. રોહિત એચ. દવેના મુખ્ય સૂચનો:

આંધળી દોટ ન મૂકો: ભવિષ્યના ૧૦ વર્ષનો વિચાર કરીને, પોતાની રુચિ અને સ્કિલ મુજબ જ ક્ષેત્ર પસંદ કરો.

માહિતીના સ્ત્રોત: માત્ર સોશિયલ મીડિયા પર નિર્ભર રહેવાને બદલે સ્કૂલ, જાગૃત વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની જાહેરાતો દ્વારા સાચી માહિતી મેળવો.

કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તકો: ગુજરાતમાં હાલમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ખૂબ સારો છે. B.Sc. અને M.Sc. કર્યા પછી પણ વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા પર વાર્ષિક ૧ કરોડ સુધીનું પેકેજ મેળવી શકે છે.

કોલેજની પસંદગી: એડમિશન લેતા પહેલા લેબોરેટરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્ટેલ સુવિધા અને સંસ્થાના કલ્ચર વિશે ચોક્કસ માહિતી મેળવો.

ગભરાવાની જરૂર નથી:

જો મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન ન મળે, તો નિરાશ થયા વગર અન્ય વિકલ્પો જેવા કે એગ્રીકલ્ચર, ફાર્મસી, પેરા-મેડિકલ કે પ્યોર સાયન્સ (B.Sc.) માં પણ કારકિર્દી બનાવી શકાય છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder