મોરબી

“૧૨ વર્ષ સેવા અને સુશાસનના” અભિયાન અંતર્ગત વાંકાનેરમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન

“૧૨ વર્ષ સેવા અને સુશાસનના” અભિયાન અંતર્ગત વાંકાનેરમાં વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “૧૨ વર્ષ સેવા ના, ૧૨ વર્ષ સુશાસનના” અભિયાન અંતર્ગત વાંકાનેરમાં વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માટીનું ફ્રીજ બનાવી વાંકાનેરને રાષ્ટ્રીય ઓળખ અપાવનાર મનસુખભાઈ પ્રજાપતિ, ટિફિન સેવા, વૈકુંઠરથ સેવા અને મંદબુદ્ધિના બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર અશ્વિનભાઈ રાવલ તેમજ મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત ધ્રુવગિરી ગોસ્વામીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત મહાનુભાવોના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના વિકાસલક્ષી કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.


કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ ચેતનભાઈ ગોસ્વામી, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી પ્રજ્ઞાબા ઝાલા, માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી સહિત ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજસેવા, માનવતા અને રાષ્ટ્રચિંતન માટે કાર્યરત વ્યક્તિઓના સન્માનથી વાંકાનેરમાં સેવા અને સુશાસનના મૂલ્યોને વધુ બળ મળ્યું હોવાનું જોવા મળ્યું.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder