મોરબી

કુંતલપુરના ખેડૂતોનું જેતપર ઉપવાસ આંદોલનને સમર્થન ‘ખેડૂતોની એકતા બની લડતની સૌથી મોટી તાકાત’

કુંતલપુરના ખેડૂતોનું જેતપર ઉપવાસ આંદોલનને સમર્થન ‘ખેડૂતોની એકતા બની લડતની સૌથી મોટી તાકાત’

એશા પારેખ મુળી: મૂળી તાલુકાના કુંતલપુર ગામના અંદાજે 50 જેટલા ખેડૂતોએ જેતપર ખાતે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને સમર્થન આપી ખેડૂતોની એકતા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. કુંતલપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા આપવામાં આવેલ સમર્થન પત્ર સાથે ખેડૂતો ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આંદોલનને સંપૂર્ણ નૈતિક ટેકો જાહેર કર્યો હતો. સમર્થન પત્રમાં જણાવાયું હતું કે જેતપર ગામની જનહિતની માંગણીઓ અને ચાલી રહેલા ઉપવાસ આંદોલનને કુંતલપુર ગ્રામ પંચાયત તથા સમગ્ર ગામનો સંપૂર્ણ સહયોગ છે. ખેડૂતોના હિત માટે ચાલી રહેલી લડતને સફળ બનાવવા બંને ગામના ખેડૂતોએ એકતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કુંતલપુરના ખેડૂતોએ જણાવ્યું હતું

કે જનહિત અને ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે તેઓ જેતપરના ખેડૂતોની સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેશે. જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી જરૂરી નૈતિક સમર્થન અને સહયોગ આપવાનું ચાલુ રાખશે. મુલાકાત દરમિયાન બંને ગામના ખેડૂતો વચ્ચે પરસ્પર વિશ્વાસ, સહકાર અને એકતાનું દૃશ્ય જોવા મળ્યું હતું. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ કુંતલપુરના ખેડૂતોના સમર્થનથી જેતપર ઉપવાસ આંદોલનને વધુ બળ મળ્યું છે અને ખેડૂતોની આ એકતા જનહિતના પ્રશ્નોના ઉકેલ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder