


અમદાવાદ, તા. 18 જુલાઈ: અમદાવાદના શ્રીજી રોડ વિસ્તાર માં દિવ્યાબેનના સુચારૂ આયોજન હેઠળ પંચાલ કીટી ગ્રુપ દ્વારા ભવ્ય ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ઉંમરની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ અને એકતાનો અનોખો માહોલ સર્જ્યો હતો. મહિલાઓના મનોરંજન માટે વિવિધ પ્રકારની હાઉસી રમતો યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “ગુડ પરફોર્મન્સ સર્ટિફિકેટ” એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટની આ પહેલને ઉપસ્થિતોએ મહિલાઓના ઉત્સાહ અને પ્રતિભાને પ્રોત્સાહન આપતી સરાહનીય કામગીરી ગણાવી હતી.દિવ્યાબેનના સુંદર આયોજનને સૌએ બિરદાવ્યું હતું. ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો માત્ર મનોરંજન પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ પરસ્પર સ્નેહ, એકતા, આત્મીયતા અને સામાજિક જોડાણને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા સાથે મહિલા પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ પ્રશંસનીય બન્યો છે. આવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મકતા, સહભાગિતા અને સેવાભાવને નવી દિશા આપે છે. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.

