મોરબી

ભાવનગર એલસીબીની કાર્યવાહી : રૂ.12.72 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, બે ફરાર

ભાવનગર એલસીબીની કાર્યવાહી : રૂ.12.72 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, બે ફરાર

ભાવનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર સામે કાર્યવાહી કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી જથ્થાબંધ કન્સાઈનમેન્ટ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.12.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જણાવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ, પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબીને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.તા. 18 મે 2026ના રોજ એલસીબી સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભુતીયા ગામના ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકીયા પોતાની હ્યુન્ડાઇ i-20 કારમાં વિદેશી દારૂ લઈને લાખાવડ બસ સ્ટેન્ડ પાછળ મઢુલી પાસે ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન પોલીસે કાર તથા વાડી વિસ્તારમાંથી “ફોર સેલ ઇન સિલ્વાસા ઓનલી” લખાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આ કેસમાં કુલ 3,456 નંગ ઓક્સિજન એપલ વોડકા (180 ML) બોટલો કબ્જે લેવાઈ હતી.પોલીસે ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકીયા (ઉ.વ.30, રહે. ભુતીયા, પાલીતાણા)ને ઝડપી પાડ્યો છે. જ્યારે ભરતભાઈ હિંમતભાઈ ધંધુકીયા અને સેલ્વાસના રહેવાસી રાકેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.કબ્જે કરાયેલા મુદ્દામાલમાં રૂ.6.22 લાખ કિંમતનો દારૂ, રૂ.3.50 લાખની હ્યુન્ડાઇ i-20 કાર, રૂ.3 લાખની બોલેરો પીકઅપ તેમજ અન્ય સામગ્રી મળી કુલ રૂ.12.72 લાખનો મુદ્દામાલ સામેલ છે.
આ મામલે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે વધુ માં જણાવ્યું કે ઝડપાયેલા આરોપી સામે અગાઉ મારામારી, એટ્રોસિટી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે.આ કાર્યવાહી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા અને સ્ટાફની ટીમે પાર પાડી હતી.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder