મોરબી

મોરબી: શહીદ દિવસ નિમિત્તે ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને ₹1 લાખની સહાય

મોરબી: શહીદ દિવસ નિમિત્તે ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને ₹1 લાખની સહાય

મોરબી: દેશના વીર શહીદોને નમન કરવાના પવિત્ર અવસર ‘શહીદ દિવસ’ નિમિત્તે મોરબી ખાતે એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. મોરબીના શહીદ જવાન ગણેશભાઈ પરમારના પરિવારની સાથરે ઉભા રહીને ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.

કમલમ ખાતે દેશભક્તિનો માહોલ

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહીદોની સ્મૃતિમાં દેશભક્તિના લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા અને વીર જવાનની શહાદતને ભાવપૂર્ણ અંજલિ આપી હતી.

રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરાયો

અજયભાઈ લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને આર્થિક ટેકો પૂરો પાડવા માટે ₹1,00,000 (એક લાખ રૂપિયા) નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો:

શ્રી જયંતીભાઈ રાજકોટીયા (જિલ્લા ભાજપ પ્રમુખ)

શ્રી રાઘવજીભાઈ ગડારા (પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ)

શ્રી ચતુરભાઈ મકવાણા (મહામંત્રી)

શ્રી અજયભાઈ લોરીયા (સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન)

સેવા અને સમર્પણનો સંગમ

આ પ્રસંગે અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે, જે જવાનો સરહદ પર રહીને આપણા સુખ-ચેન માટે પોતાનું બલિદાન આપે છે, તેમના પરિવારની કાળજી લેવી એ આપણી સામાજિક જવાબદારી છે. ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ હંમેશા આવા વીર પરિવારોની પડખે રહેવા કટિબદ્ધ છે.

જિલ્લા પ્રમુખ શ્રી જયંતીભાઈ રાજકોટીયા અને અન્ય અગ્રણીઓએ પણ ફાઉન્ડેશનની આ કામગીરીને બિરદાવી હતી અને શહીદ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder