ચેન્નઈ: ભારતીય રાજનીતિમાં આજે સૌથી મોટો ઉલટફેર તામિલનાડુમાં જોવા મળ્યો છે. આખા દેશની નજર પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પર હતી, પરંતુ અસલી ‘ખેલ’ દક્ષિણ ભારતમાં થઈ ગયો છે. માત્ર એક વર્ષ પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરનાર સાઉથના સુપરસ્ટાર થલપથી વિજયની પાર્ટી ટીવીકે (TVK – તામિલાગા વેટ્રી કઝગમ) એ દ્રવિડિયન રાજનીતિના પાયા હચમચાવી દીધા છે.
DMK અને AIADMK ના કિલ્લા ધ્વસ્ત
તામિલનાડુમાં છેલ્લા 50 વર્ષથી ચાલી આવતા DMK અને AIADMK ના વર્ચસ્વનો અંત આવતો દેખાઈ રહ્યો છે. લેટેસ્ટ ટ્રેન્ડ્સ મુજબ, વિજયની પાર્ટી 110 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે, જે બહુમતીના આંકડા (118) ની ખૂબ જ નજીક છે. વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને તેમની પાર્ટી DMK ત્રીજા નંબરે ફેંકાઈ ગઈ છે, જે રાજકીય વિશ્લેષકો માટે પણ આશ્ચર્યજનક છે.
કોણ છે આ ‘ખેલાડી’ વિજય?
• સુપરસ્ટારથી નેતા: વિજય તામિલ સિનેમાના સૌથી મોટા સ્ટાર ગણાય છે.
• નવી પાર્ટી: તેમણે ફેબ્રુઆરી 2024માં ‘તામિલાગા વેટ્રી કઝગમ’ (TVK) ની સ્થાપના કરી હતી.
• મુદ્દા: ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને તામિલ સંસ્કૃતિના મુદ્દે તેમણે જનતાના દિલ જીતી લીધા છે.
શું વિજય બનશે આગામી CM?
ચૂંટણીના વલણો જોતા સ્પષ્ટ લાગે છે કે વિજય તામિલનાડુના આગામી મુખ્યમંત્રી બની શકે છે. જો તેમની પાર્ટી બહુમતીનો આંકડો એકલા હાથે પાર નહીં કરે, તો પણ તે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. અભિનેતામાંથી નેતા બનેલા એમ.જી. રામચંદ્રન (MGR) અને જયલલિતા બાદ વિજય ત્રીજા એવા કલાકાર બનશે જે સીધા સત્તાના શિખરે પહોંચશે.
