રાજકારણ

નસવાડી તાલુકાની 13.અને જિલ્લા પંચાયતની 3. બેઠકો પર ભાજપ નો ભગવો લેહરાયો

નસવાડી તાલુકાની 13.અને જિલ્લા પંચાયતની 3. બેઠકો પર ભાજપ નો ભગવો લેહરાયો

ફિરોજ મેમણ નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકા ખાતે યોજાએલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી એ તાલુકા પંચાયતની કુલ 13.બેઠકો અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપનો ભગવો લહેરાવ્યો હતો જયારે સામા પક્ષ માં આમઆદમી પાર્ટી એ ભાજપ ને ટક્કર આપતા તાલુકાની 7.બેઠકો અને જિલ્લા પંચાયતની 2. બેઠકો પર કબ્જો કર્યો હતો અને ત્રીજા નંબર ના પક્ષમાં કોંગ્રેસ રહી હતી જેમાં તાલુકા પંચાયતની 2.સીટ મેળવી સંતોષ માનવો પડ્યો હતો હાલ તો ભાજપ એ સત્તા તો મેળવી છે પરંતુ આમઆદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે એન્ટ્રી લીધી છે બીજી તરફ કોંગ્રેસે રણનીતિ બનાવામાં નિષ્ફળ રહી હતી અને મતદારો કોંગ્રેસ ની હાર જોઈ જતા નસવાડી તાલુકામાં કોંગ્રેસ થી મતદારો દૂર થઈ ગયા હતા તેની પાછળ નું બીજું કારણ છે કે ચૈતર વસાવા ડેડિયાપાડા થી નસવાડી તાલુકામાં અનેક આંદોલનો માં હાજરી આપતા જેનો ફાયદો આમઆદમી પાર્ટી ને થયો છે બીજી તરફ નસવાડી તાલુકામાં આમઆદમી પાર્ટીએ જિલ્લા પંચાયત ની ચૂંટણી પહેલી વાર લડતા તેમાંથી બે બેઠકો જિલ્લા પંચાયત ની મેળવતા જિલ્લા પંચાયત માં પણ વિપક્ષ માં બેસીને ભાજપ સામે બાયો ચઢાવશે તેમ મનાય રહ્યુ છે નસવાડી ડુંગર વિસ્તારમાં મહિલાઓની રસ્તા ના અભાવે ઝોલીમા પસુતિ કરાવવામા આવતી હતી અને બીજા નંબરે ડુંગર વિસ્તારમાં હાઈડ્રો પ્રોજેકટના કારણે પણ ભાજપને નુકસાન થયું હોય તેમ મનાય રહ્યુ છે નસવાડી તાલુકા ની નવગામ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપ ના પૂર્વેશ રાઠવા સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય ના અંગત માણસ મનાય છે અને તેઓ જિલ્લા પંચાયતની બેઠક પર હારી જતા ભાજપ માં સન્નાટો છવાયો હતો જયારે બીજી બાજુ નસવાડી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ ના ઉમેદવાર યતિના બેન ગોપાલસિંહ ચૌહાણ અને વઘાચ જિલ્લા પંચાયત બેઠક પર લક્ષ્મણ સિંહ ઉર્ફે (યોગેશ બાપુ )અને બરોલી જિલ્લા પંચાયત આમ ત્રણ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો નુ ભવ્ય વિજય થતા સમગ્ર નસવાડી ગામ કેસરિયા રંગથી લહેરાયો હતો અને ભાજપ નો વિજય સરઘસ નીકળ્યો હતો.જેમા સંખેડા ના લોકલાડીલા ધારાસભ્ય પણ નસવાડી ખાતે પોહચી જીતેલા ઉમેદવારોને શુભેચ્છા આપી વિજય સરઘસમાં જોડાયા હતા

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder