મોરબી

ચરાડવા બેઠક પર પ્રચાર તેજ, મતદારોમાં ઉત્સુકતા વધતી

ચરાડવા બેઠક પર પ્રચાર તેજ, મતદારોમાં ઉત્સુકતા વધતી

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાનને વેગ આપવામાં આવ્યો છે, જેના કારણે ગામડાઓમાં ચૂંટણી ચહલપહલ સ્પષ્ટ જોવા મળી રહી છે.
ચરાડવા જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર માવજીભાઈ કચરાભાઈ માકાસણા દ્વારા સઘન પ્રચાર અભિયાન હાથ ધરાયું છે. પ્રચાર દરમિયાન તેઓ ગામજનો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી રહ્યા છે. પ્રચાર દરમ્યાન મળતો પ્રતિસાદ ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
ઉમેદવાર માવજીભાઈ માકાસણાએ જણાવ્યું હતું કે મતદારોનો વધતો વિશ્વાસ પાર્ટી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જી રહ્યો છે અને લોકો વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તેવી આશા વ્યક્ત કરી છે.
બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પોતાના વિસ્તારોમાં સક્રિય બની મતદારો સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે. તમામ પક્ષો દ્વારા સ્થાનિક મુદ્દાઓ, વિકાસ અને સુવિધાઓને કેન્દ્રમાં રાખી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
ચરાડવા બેઠક પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો જોવા મળી રહ્યો છે, જેમાં અંતિમ પરિણામ મતદારોના નિર્ણય પર નિર્ભર રહેશે. હાલની પરિસ્થિતિમાં તમામ પક્ષો માટે આ બેઠક પ્રતિષ્ઠાનો મુદ્દો બની છે.

Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder