મોરબી

મોરબી: માળીયા મિયાણાની ધૈર્ય હોટલ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 6 શખ્સો ઝડપાયા! 

મોરબી: માળીયા મિયાણાની ધૈર્ય હોટલ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 6 શખ્સો ઝડપાયા! 

Screenshot

માળીયા મિયાણામાં ગત મોડી રાત્રે થયેલી હત્યાની સનસનાટીભરી ઘટનામાં મોરબી LCB અને માળીયા પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી પોલીસે 6 આરોપીઓને દબોચી લીધા છે.  

📌 શું હતો બનાવ?

તા. 22/04/2026 ના રોજ રાત્રિના સમયે માળીયા મિયાણા વિસ્તારની ધૈર્ય હોટલ ખાતે હત્યાનો આ ગંભીર ગુનો બન્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.  

💰 હત્યા પાછળનું કારણ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી શિવમ રબારી હોથલ ફાઇનાન્સ ચલાવે છે. મરણ જનાર વ્યક્તિએ તેની પાસેથી પૈસા લીધેલ હોય, જે બાબતે મનદુખ ચાલતું હતું. આ જ ખાર રાખીને આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો.  

🚔 પકડાયેલા આરોપીઓ:

૧. મોહન ઉર્ફે શિવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા

૨. રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી

૩. પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા

૪. ગુલામહુસૈન મહેબૂબભાઈ પઠાણ

૫. કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ

૬. હીરાભાઈ રવજીભાઈ ઉલવા  

🚗 મુદ્દામાલ:

પોલીસે હત્યામાં વપરાયેલી ઇક્કો ગાડી (નંબર GJ-36-B-3749) પણ જપ્ત કરી છે.  

મોરબી LCB અને માળીયા મી. પોલીસની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.  

વધુ સમાચારો માટે ફોલો કરો: ગુજરાત ગુંજ 📢

Screenshot
Montu Bagathariya

Montu Bagathariya Gujarat Gunj Founder